સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, અમુક સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે? શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે ? શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે ? વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો...
આ વાત છે 11 સાયન્સમાં ભણતા ચાર મિત્રોની. રોજની જેમ આજે પણ રોહન, શયાન, આતીફ અને વિવેક સ્કૂલની કેન્ટીનમાં બેઠા-બેઠા વાતો કરતા હતા. અચાનક શયાને એની બેગમાંથી એક જૂની ડાયરી નીકાળી અને બોલ્યો કે આજે આપણે બધા આ ડાયરીમાં આપણું ભવિષ્ય લખીશું.
સૌ પ્રથમ શયાને ડાયરીમાં લખ્યું કે હું એક મોટો આર્કિટેક્ટ બનીશ. શયાનનું લક્ષ્ય એના પર બરોબર બંધબેસતું હતું. બાળપણથી જ એ બહુ ક્રિએટીવ અને મહાત્વાકાંક્ષી હતો. ત્યાર પછી રોહને એકટર બનવાનું સપનું લખ્યું. રોહન દેખાવડો અને ડ્રામેબાજ સ્વભાવનો હતો અને તેને સ્કૂલમાં પણ બધાં હિરો કહીને જ બોલાવતા હતા. જયારે આતીફનું સપનું બધા કરતા અલગ તો નહિ પરંતુ સામાન્ય હોય એવું કહી શકાય, કેમ કે આતીફે ડાયરીમાં શિક્ષક બનવાનું લખ્યું હતું. આતીફ ભણવામાં સૌથી હોશિયાર, સ્કૂલમાં પણ કાયમ પ્રથમ નંબર જ આવતો. હવે વિવેકનો વારો આવ્યો, પણ વિવેકને તો ડાયરીમાં લખવાની કંઈ જરૂર ન હતી, કેમ કે એને તો ડૉકટર બનવું હતું અને એ વાત સૌ કોઈ જાણતા હતા.
(2 વર્ષ પછી...)
સપના જોવા અને પૂરા થવામાં એટલો જ ફરક છે જેટલો જમીન અને આસમાનમાં છે. તો શું સપના જોવાનું છોડી દેવું જોઈએ? શયાન "ધ આર્કિટેક્ટ" આજે એક સરકારી કૉલેજમાં સિવિલ એન્જિનિયરિંગ કરતો હતો. હા એનું આર્કિટેક્ટ બનવાનું સપનું ભલે તૂટી ગયું હોય પણ ગગનચુંબી ઈમારત બનાવવાનું ઝનૂન તો હજુ પણ એટલું જ છે. પૈસા ન હોવાને કારણે એણે સારી કૉલેજ છોડીને એક સરકારી કૉલેજમાં ભણવું પડયું પણ હજુ પણ શયાન એનું સપનું જીવતો હોય એવું લાગતું હતું. શયાન ખૂબ જ મન લગાવીને ભણતો હતો. એ સાથે એણે નૉવેલ લખવાનું પણ શરૂ કર્યુ.
જયારે બીજી બાજુ "ધ બોલીહુડ એકટર" રોહન એક નાની કૉલેજમાં એમ.બી.બી.એસ કરતો હતો. ન તો એને ડૉકટર બનવામાં રસ હતો કે ન તો ભણવામાં, પણ પિતા ડૉકટર હોય એટલે પુત્રને પણ ડૉકટર બનવું જ પડે ને. આવી વિચારધારા ધરાવતા રોહનનાં કુટુંબીઓ સામે રોહનનું કંઈ ચાલે એમ ન હતું. જયારે આતીફને જોતા એવું લાગતું હતું કે એને એના સપના કરતા પણ અધીક મળ્યું છે. કેમ કે આજે એ બોમ્બે આઇ.આઇ.ટી માં ભણતો હતો. જયારે તમારો પ્રેમ નોકિયા 3310 થી હોય અને પછી આઇ.પી.એચ.એન 6.5 મળે તો પણ આટલી ખુશી ન થાય. આ તો થયો એક મોબાઇલ ફોનનો દાખલો પણ આતીફ સાથે આવું જ કંઈક હતું. અને વિવેક? એક એમ.બી.બી.એસ ના સપનાં જોનારને નર્સ બનવું પડે તો કેવું લાગે? બસ વિવેક સાથે આવુંજ કંઈક થયું હતું. ઓછું પરિણામ અને ગરીબ પરિસ્થિતિને લીધે એનું એમ.બી.બી.એસ કરવાનું સપનું નર્સ સુધી આવીને સીમીત રહી ગયું. જે મળે એમાં જ ખુશ રહેવું જોઇએ એમ માનીને તે મન લગાવીને ભણાવા લાગ્યો.
આ વાત છે 11 મા ધોરણની. વિવેકને અલીફા નામની છોકરી બહુજ પસંદ હતી. અલીફા દેખાવે ખુબ જ સુંદર હતી. એની આંખો જોતાં એવું લાગતું કે ભલે ચાઈનીઝ ગર્લ હોય પણ ફિગર અને એટીટ્યુડમાં તો એને કોઈ ન પહોંચી શકે. માત્ર વિવેક જ નહિ પરંતુ વિવેક જેવા ઘણા એના આશિક હતા. "પ્યાર અંધા હોતા હૈ" આ વાત તો સાચી છે. પરંતુ આ કિસ્સામાં નહિ. સૌ જાણતા હતા કે વિવેક અલીફાને બહુજ પસંદ કરે છે. આ વાત અલીફા પણ જાણતી હતી અને છતાં બન્ને અલગ હતા. અલગ હોય પણ કેમ નહિ? અલીફા માત્ર દેખાવમાં જ સારી ન હતી. પરંતુ ભણવામાં પણ સ્કૂલમાં હંમેશા પ્રથમ નંબર લાવતી. એ સિવાય રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓમાં પણ અવ્વલ નંબરે હતી. ટૂંકમાં એ એક પરફેકટ ગર્લ હતી. બીજી બાજુ વિવેક સામાન્ય દેખાતો મિડલ-ક્લાસ છોકરો. બન્નેનો કોઈ મેળ જ ન હતો. 11 અને 12 ધોરણ દરમિયાન બે વાર વિવેકે અલીફાને પ્રપોઝ કર્યુ પરંતુ અલીફાની સાફ ના જ હતી.
જયારે શયાનનું કૉલેજનું ફાઇનલ વર્ષ ચાલતું હતું ત્યારે અલીફાએ શયાનને પ્રપોઝ કર્યું. શયાને તરતજ વિવેકને વિસ્તૃતમાં બધી વાત જણાવી. નવાઈ જેવી વાત એ હતી કે વિવેકે ગુસ્સો કરવાને બદલે પ્રેમથી શયાન જોડે વાત કરી. એટલું જ નહિ પરંતુ શયાનને સમજાવ્યો કે અલીફા જેવી છોકરી સામેથી તને પ્રપોઝ કરે છે તો તું ના તો ન જ પાડી શકે! હા, એ વાત સાચી છે કે આજ પણ હું અલીફાને એટલો જ લવ કરું છું જે 4 વર્ષ પહેલા કરતો હતો. ભલે મને એનાથી પ્રેમ છે પણ એને મારાથી પણ પ્રેમ હોય એ જરૂરી તો નથી. જો શયાન સાંભળ, તને અલીફા પસંદ હોય તો તું અવશ્ય હા પાડી શકે છે. તું મારા વિશે વિચારતો હોય કે મને કેવું લાગશે? તો સાંભળ, મને તો ગમશે જ. તુ અત્યારે પણ મારો સારો ફ્રેન્ડ છે અને અલીફા અને તું જોડાશો તો પણ તું મારો સારો ફ્રેન્ડ જ રહીશ. હવે તારા પર છે કે તારે આલીફાને હા પાડવી કે ના પાડવી. વિવેક તો એની ફરજ બજાવીને જતો રહયો. હવે બધું જ શયાન પર હતું કે અલીફાની પ્રપોઝલનો જવાબ શું આપવો? "યે ઈશ્ક બડા કાતીલાના હૈ." અડધાથી વધારે સ્કૂલ જે છોકરી પર મરતી હોય અને એણે સામેથી આપણને પ્રપોઝ કર્યું હોય, એમ છતાં જો શયાન એના પ્રપોઝલની ના પાડતો હોય તો કારણમાં કોઈક બીજું તો હોવુ જ જોઈએ એની લાઈફમાં. અને એ હતી સોફિયા. સોફિયા, શયાનની બાળપણની ફ્રેન્ડ, બાળપણનો પ્રેમ. પણ આ બન્નેની પરિસ્થિતિ તો વિવેક અને અલીફા કરતા પણ ખરાબ છે. કેમ કે શયાને હજી સુધી સોફિયાને એક પણ વાર એના દિલની વાત નથી કરી. અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 7 વર્ષથી શયાને સોફિયા જોડે વાત નથી કરી. પ્રશ્ન જરૂરથી થાય છે કે કેમ વાત નથી કરી.
10 વર્ષ પહેલાની વાત છે. શયાનના પપ્પા અને સોફિયાના પપ્પા બંન્ને સાથે બિઝનેસ કરતા હતા. પણ કંઈક અંગત વિરોધને લીધે એક બીજાના પરિવારો જાણે કે દુશ્મન બની ગયા હતા. પણ શયાન અને સોફિયાની દોસ્તી હજુ સુધી કાયમ હતી. 2વર્ષ સુધી બન્ને એક-બીજાને ચોરી-ચોરી મળતા હતા. અચાનક જ સોફિયા અને એનો પરીવાર શહેર છોડીને ચાલ્યા ગયા. આ વાત હતી 10 વર્ષ પહેલાની. છેલ્લા 8 વર્ષથી સોફીયા અને શયાનનો કોઈ સંપર્ક જ નથી. પ્રશ્ન એ છે કે શું સોફિયાને શયાન યાદ હશે? અને યાદ હોય તો 8 વર્ષ દરમિયાન એક પણ વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો? શરૂઆતના સમયમાં શયાને એ માટે અઢળક પ્રયત્નો કર્યા હતા કે કોઈપણ રીતે સોફિયાનો કોંટેક્ટ કરી શકે પરંતુ શયાન નિષ્ફળ નિવડયો અને ત્યાર પછી એણે પણ ઉમ્મીદ છોડી દીધી હતી. તો પછી આજે શયાને અલીફા ને ના કેમ પાડી? આ પ્રશ્ન નો એક જ જવાબ છે. 'લવ-ઇશ્ક-મહોબ્બત-પ્રેમ.'
આતીફની લવ સ્ટોરી બધા કરતા અલગ હતી. આતીફને બોમ્બે આઇ.આઇ.ટી. માં એની જ કલાસમેટ સાથે પ્રેમ થઈ ગયો હતો અને એ છોકરીનું નામ પ્રિયા હતું. અલીફની સ્ટોરી વિવેક અને શયાન જેવી ન હતી. પ્રિયા અને આતીફ બન્ને એક બીજાને ખરા હૃદયથી પ્રેમ કરતા હતા. આ વાત સાંભળીને એ લાગે કે આતીફની લાઈફ કેટલી સરળ હશે. પરંતુ એવું બિલકુલ ન હતું. આલીફ જયારે 10 મા માં હતો ત્યારે એની એંગેજમેન્ટને લઈને ખુશ રહેતો હતો. પરંતુ આઇ.આઇ.ટી માં પ્રિયા ને મળ્યા પછી એને એની એંગેજમેન્ટને લઈને સમસ્યા થવા લાગી અને થાય પણ કેમ નહિ? પ્રિયા એના કરતા એક લાખ ગણી બહેતર હતી અને આતીફ ની કલાસમેટ પણ હતી. એની બેસ્ટ ફ્રેન્ડ પણ અને એ આઇ.આઇ.ટી. માં હતી. આતીફની ફિયાન્સી ગામડી, ગમાર અને દેખાવમાં પણ ઠીક લાગતી હતી. પણ એની સામે પ્રિયા હિંદુ હતી અને આતીફ મુસલમાન હતો. જયારે આપણા દેશમાં હિદું-મુસલમાન ની વાત આવે એટલે લડાઈ અને નફરત જ યાદ આવે. આતીફના મા-બાપ પ્રિયાને અપનાવી શકે એટલા સમજદાર પણ ન હતા. તો શું એમની ના સમજણને કારણે આતીફને પ્રિયા ને છોડી દેવી જોઈએ? જોકે ન્યુ જનરેશનની નઝરે જોઈએ તો પ્રિયા અને આતીફ એક-બીજા માટે પરફેટ છે. પણ સમાજની નજરે બિલ્કુલ નહી. શું આ પ્રકારનો સમાજ આપણ દેશના વિકાસને અવરોધે છે? બંન્ને પ્રેમ કરતાને ન અપનાવા એ જ આપણ દેશની સંસ્કૃતિ છે? આ બધા પ્રશ્ન ના જવાબ તો મારી પાસે પણ નથી. પરંતુ એટલું ખબર છે આતીફના મમ્મી પપ્પા મરી જશે પણ પ્રિયાને કયારેય નહિ અપનાવે. પુત્રની ખુશી કરતા સમાજની બેડીઓ વધારે મજબૂત છે. એટલેજ તો આતીફના મમ્મી અને પપ્પા પ્રિયાને કયારેય નહીં અપનાવે. એક તરફ ઉજ્જવળ ભવિષ્ય હતું, એક તરફ પ્રિયા હતી અને ખુશીઓ હતી. બીજી તરફ આતીફના મા-બાપ હતા અને સમાજ હતો. બસ માત્ર દુ:ખ જ દુ:ખ હતા, હવે આતીફ પ્રિયા સાથે જશે કે એના મા-બાપ સાથે એ તો હવે આતીફ પર જ નિર્ભર હતું.
રોહનની લવસ્ટોરી તો ચાલુ થતાં પહેલા જ ખતમ થઈ ગઈ હતી. રોહન જે છોકરીને પસંદ કરતો હતો. એ છોકરીએ જ એને ચીટ કર્યું હતું. જેથી રોહન ખુબ જ નર્વસ રહેતો હતો અને કૉલેજના પરિણામ ઉપર પણ અસર થતી અને તે ફેઈલ થતો હતો. રોહનનું કોઈ સાથે ન બોલવું, ઉદાસ રહેવું આ બધું એની મમ્મીથી જોયું જતું નહોતું. તેથી રોહનની મમ્મીએ રોહનની એંગેજમેન્ટ નક્કી કરી નાખી. રોહનની મમ્મીની ચોઈસ ખુબ જ સારી હતી. છોકરી ડૉકટર હતી, સંસ્કારી હતી, ખુબસુરત હતી, ટુંકમાં પરફેકટ હતી. પણ એ છોકરી કોણ હતી? એ હતી સોફિયા! રોહનને સોફિયા અને શયાનની વાતનો કંઈ જ ખ્યાલ ન હતો. રોહને બધા મિત્રોને વાત કરી. બધા ફ્રેન્ડ્સ એ એને વધામણાં આપ્યાં. શું શયાને પણ એને વધાઈ આપી હશે? હા.! શયાને પણ વધાઈ આપી, કેમ કે શયાનમાં એટલી હિંમત જ ન હતી કે રોહનને જઈને બંધુ કહી શકે. કેમ કે જો વિવેક એના પ્યારની કુરબાની આપી શકે. તો શયાન કેમ નહિ?
(3 વર્ષ પછી...)
આજે વિવેક માત્ર નર્સ ન હતો. પરંતુ એને બધા લોકો જીવનદાતા કહેતા હતા. એના હાથોમાં એવું જાદુ હતુ કે જે પેશન્ટની સારવાર કરે. એ જલ્દીથી સાજું થઈ જતું હતું. એની વેલ્યુ આજે ડૉકટર કરતાં પણ વધારે હતી. વિવેક અને અલીફા ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ તો ન હતા પરંતુ સારા મિત્રો તો બની ગયા હતા. જિંદગીએ વિવેકને સેકન્ડ ચાન્સ આપ્યો હતો. અલીફાને મેળવવાનો. જયારે આતીફ એની એન્જીનીયરની જોબ છોડીને એક નાની કૉલેજમાં લેકચરરની જોબ કરતો હતો. અને એણે પ્રિયા સાથે કૉર્ટમેરેજ કરી લીધા હતા. આતીફ અને પ્રિયા બંન્ને બહુજ ખુશ હતા. હા, દુ:ખ એ વાતનું હતું. કે આતીફના મમ્મી-પપ્પા આતીફને હજુ પણ નહોતા બોલાવતા પણ આતીફના લગ્નના એક વર્ષ પછી અચાનક આતીફની મમ્મીએ આતીફ સાથે ફોન પર વાત કરી. વાત કર્યા પછી આતીફને ઉમ્મીદ જાગી કે કદાચ આવનાર સમયમાં મારા મમ્મી-પપ્પા મને અને પ્રિયાને અપનાવી પણ લે. રોહનની એંગેજમેન્ટ થયા પછી શયાન દેશ છોડી ને જતો રહયો હતો અને ત્યાં એક મોટી કંપનીમાં એ આર્કિટેક્ટની જોબ કરતો હતો.
એ સિવાય શયાને એક નાની નૉવેલ પણ લખી હતી. જે સફળ રહી હતી. આજે શયાન ફકત "ધ આર્કિટેક્ટ" જ નહિ પરંતુ એક સફળ રાઈટર તરીકે પણ ઓળખાતો હતો. હા એ વાત પણ સાચી હતી કે શયાન એના એક પણ મિત્ર સાથે કોન્ટેકટમાં નહોતો રહયો. એનું કોઈ બીજું કારણ નથી, પરંતુ સોફિયા અને રોહનને તે કદાચ સાથે જોઈ શકતો ન હતો. બીજી બાજુ સોફિયાના સપોર્ટ અને ગાઈડલાઈન હેઠળ રોહને ડૉકટરી છોડીને એક ડ્રામા એકેડમી જોઈન કરી લીધી હતી અને આજે રોહન એક સારા અને સફળ એક્ટર તરીકે ઓળખાતો હતો. બનવાજોગ એવું બને છે કે રોહનને એક મોટી ફિલ્મની ઓફર મળે છે અને ફિલ્મની સ્ટોરી એ શયાનની નોવેલ "ધ ઓલ્ડ ડાયરી" પરથી હોય છે પણ આ વાતનો ખ્યાલ રોહનને નથી હોતો કે હું જે ફિલ્મ કરવાનો છું એની સ્ટોરી બીજા કોઈની નહિ પરંતુ મારા મિત્રની નોવેલની જ છે. રોહન જેમ-જેમ ફિલ્મ માં એકટીંગ કરતો જાય છે તેમ- તેમ એને એવું લાગે છે કે જાણે એ શયાનની લાઈફ જીવતો હોય પણ એક પોઈન્ટ પર આવીને રોહન એકટીંગ કરવાનું બંધ કરી દે છે. રોહનને એવું લાગતું હતું કે હવે હું વધારે શયાનની જીદંગીનો રોલ ભજવી નહીં શકીશ. રોહને નક્કી કર્યું કે જયાં સુધી હું શયાનને મળી ન લઉં ત્યાં સુધી આ ફિલ્મ અધુરી જ રહેશે. રોહનને શયાન અને સોફિયાની વાત સમજમાં આવી ગઈ હતી. અને રોહને નક્કી કર્યુ કે હું શયાન અને સોફિયાને મળાવીને જ રહીશ. શયાન અજાણ હતો પણ એને પણ જીદંગીએ સેકન્ડ ચાન્સ આપ્યો સોફિયાને મળવાનો. રોહનને પણ જીદંગીએ સેકન્ડ ચાન્સ આપ્યો હતો. શયાન અને સોફિયા ને મળાવવાનો અને એની અધૂરી ફિલ્મ પુરી કરવાનો.
રોહન એ શયાનને શોધવાનો કોઈ પણ પ્રયત્ન બાકી ન રાખ્યો હતો પણ શયાનનો કોઈ પતો ન મળ્યો અચાનક રોહનને શયાનની કહેલી એક વાત યાદ આવી કે, જયારે તારે મને શોધવો હોય ત્યારે ત્યાં જજે જયાં આપણે બધા મળતા હતાં એટલે કે આપણી સ્કુલ પાસેની જુની ટાંકીની પાછળ.
રોહને ગાડીનો સેલ મારીને તરત જ ટાંકીની પાછળ પહોંચ્યો. જયારે રેહાન ટાંકીની પાછળ લાલ રંગના ઇંટના રોડા અને કોલસાથી ચિતરેલી દિવાલ જોઈને રડી પડયો. એ માત્ર ચિતરેલી દિવાલ ન હતી પરંતુ યાદોનું આખુ વિશ્વ હતું. અને એ વિશ્વમાં દાખલ થતાં જ રોહનની આંખમાંથી આસું ટપકતા બંધ જ થતા ન હતા.
દિવાલના ખુણામાં કોલસા વડે એક ચોરસ બનાવેલું હતું અને એની અંદર શયાનની એક પંકતિ લખેલી હતી.
"જબ ખો જાયેગા સારા જહાં
તબ આપ પાઓગે વહાં.
જહા હોગી ચારો ઓર નિલી ફિઝા "
રોહને આ પંક્તિને ચાર થી પાંચ વાર વાંચી પણ કંઈ સમજણ ન પડી.
1 કલાક થયો 2 કલાક થયા પણ રોહન એજ દિવાલ સામે ઊભો હતો. અચાનક એના ટી - શર્ટ પર કોઈ પંખી ચરકે છે અને રોહન ઉપર જોવે છે, તો તાર પર બેઠેલો કાગડો. કા... કા.... કા....કરતો હોય છે. ફરી એક વાર રોહન શયાનની પંક્તિ વાંચે છે અને આસમાન તરફ જુવે છે, અને એક વાર જમીન તરફ જુવે છે, અને પછી મનોમન હસવા લાગે છે.
ચારો ઓર નિલી ફિઝા એટલે કે દરિયા કિનારો - - - - શયાન દરિયા કિનારે મળશે પણ કયા દરિયા કિનારે ? એનો જવાબ શોધવો રોહન માટે સરળ હતો. કેમ કે શયાનને ગોવા બહુ જ પસંદ હતું.
રોહન અમદાવાદથી ફલાઈટ માં બેસીને ગોવા પહોચ્યો. પણ નાના મોટા બધા બીચ જોવા જઈએ તો 35 બીચ હતા. ગોવામાં હવે રોહન કરે તો શું કરે ?
રોહન સવારે વહેલા ઊઠીને રોજ એક ફેમસ બીચ પર જતો રહે અને રાત્રે મોડા હૉટલમાં જાય આવુ ચાર દિવસ સુધી ચાલ્યુ.
5 દિવસે રોહન બાગા બિચ પર ગયો. સાંજના 6 વાગ્યા હશે અને રોહન દરિયાના કિનારે ચાલતો હતો. અને શયાનનો ફોટો બતાવતો હતો. પણ શયાનનો હજી સુધી કોઈ પતો ન મળ્યો હતો.
રોહન કંટાળીને બારમાં જાય છે અને 2 લાર્જ પેક વ્હિસ્કી ઑર્ડર કરે છે. ત્યાં એક વેઇટર વ્હિસ્કી લઈને રોહનના ટેબલ પર જાય છે અને ટેબલ પર પડેલો શયાનનો ફોટો જુવે છે.
સર ખોટું ન લગાડો તો એક વાત પુછું ?
હા પુછ - - -
આ ફોટો કોનો છે ?
મારો મિત્ર શયાન - - રોહન એ કહયું
સર તમારા મિત્ર જેવાજ એક બીજા સર અહિયા રોજ બપારે બિયર લેવા આવે છે , અને એમની હાથમાં જુની ડાયરી પણ હોય છે ?
એ સર કેટલા વાગે આવે છે ? રોહને વેઇટરને પુછયું
તે રોજ પાંચ વાગે જેવા આવે છે. અને ત્યાં સામે દરિયાના કિનારે બેસતા હોય છે.
રોહન જલ્દી ઊભો થઈ ગયો ને દરિયા કિનારા તરફ ભાગ્યો. અહિંયા વેઇટર સર બિલ એમ બોલતો જ રહી ગયો.
જયારે વેઇટરે કહયું કે પેલા સરની સાથે એક જુની ડાયરી હોય છે. ત્યારે રોહનને વિશ્વાસ હતો કે એ બીજું કોઈ નહી પરંતુ મારો ફ્રેન્ડ શયાન જ છે.
જયારે રોહન શયાનની નજદીક જતો હોય છે ત્યારે 10 કદમની દૂરી થી શયાનને જુવે છે. તો એને શયાનની ડાયરી લઈને કોઈ બીજુ બેઠું હોય એવું લાગે છે.
કેમ કે એના કમરમાં હાથ નાખીને એક વિદેશી નારી બિકીની પહેરીને બેઠી હતી. એટલું જ નહિ પણ ડિપ કિસ પણ કરતાં હતા.
વિદેશી નારી એટલે એમીલી થોન એક નામી જર્નાલિસ્ટ હતી. અને છેલ્લા 5 મહિનાથી શયાન સાથે લીવ ઈન રીલેશનશીપ માં હતી.
મિત્રો હોવા છતા પણ રોહનને શયાનને ઓળખતા ટાઈમ લાગ્યો, કેમ કે શયાનનો આખો લુક ચેન્જ થઈ ગયો હતો.
કેમ કે શયાન હંમેશો કેહતો હતો કે હું ગમે ત્યાં પહોંચી જાવ પણ તું તો મારો રોહનયો જ રહેવાનો છે, અને દોસ્તીમાં ઈંગ્લીશ ના જામે પણ આપણી દેશી ગુજરાતી જ ચાલે અને એ જ શયાન આજે ઈંગ્લીશ બોલતો થઈ ગયો અને રોહન સાથે પણ ઈંગ્લીશમાં વાત કરતો થઈ ગયો - - -
રોહન જે શયાનને ઓળખતો હતો એ પતળો, ટુંકા હેર અને હંમેશ કલ્લીન શેવ માં રહેતો હતો. અને આજે જે દરિયા કિનારે બેઠેલો શયાનને જોયો તો સીકસ પેક , મસ્ક્યુલર હેવી બોડી ગળા પર ટેટુ લાંબા વાળ અને એમાં પણ એક લટ ભુરા રંગની , આટલુ જ નહિ પરંતુ લાંબી દાઢી અને ગળામાં લોકેટ પહેરેલું હતું.
રોહન શયાન પાસે જઈને ઉભો રહે છે.
શયાન રોહનને જોતા ઉભો થઈ જાય છે.
"હેય બ્રો વોટ એ સરપ્રાઈઝ ! વેન હેવ યું કમ ટુ ગોવા ?"
રોહન તો બે ઘડી શયાન સામે જોઈ રહે છે અને વિચારે છે શું આજ મારો મિત્ર શયાન છે ?
Green grass,
blue skies,
I in this beautiful world
You - and I & this beautiful world - - -
વિવેકના મોબાઈલમાં રીંગટોન વાગે છે. - - -
ફોન ઉપાડતા વિવેક
Hello
હે વિવેક સાંભળને ( અલીફા )
હા , બોલ હું તને સાંભળુ જ છું ( વિવેક )
હું આ જોબ અને બોસની મગજમારીથી કંટાળી ગઈ છું મારે કયાંક દુર ફરવા જવું છે. (અલીફા)
પણ કયાં ફરવા જવું છે તારે એ તો બોલ (વિવેક)
(હસવા સાથે) - - - ગોવા (અલીફા)
પણ મારે રજાઓ (વિવેક)
ચુપ હું તને ઑડર કરું છું કે તુ મને ગોવા ફરવા લઈ જા. તને પુછતી નથી કે તુ મારા સાથે આવીશ કે નહીં ? (અલીફા)
પણ અલીફા (વિવેક)
કોઈ પણ તારુ નહિ ચાલે વિવેક મારે આજે જ ગોવા જવું છે. (અલીફા)
પણ આજે તો કેવી રીતે શકય છે? (વિવેક)
મારા માટે આટલું પણ ન કરી શકીશ? (અલીફા)
અલીફા આપડે આજે જ ગોવા જઈએ છીએ, તું સામાન પેક કરી લે, હું 2 કલાકમાં તારા ઘરે ગાડી લઈને લેવા આવું છું. (વિવેક)
That’s my boy, (અલીફા)
હઅમમમં - - (વિવેક)
Thank you so much ( અલીફા)
નો નીડ - - (વિવેક)
તો હવે હું સામાન પેક કરવા જાવ બેબી ? (અલીફા)
હા સ્વીટહાર્ટ (વિવેક)
બાય - - સીયા સુન (અલીફા)
યો બાય - - ટેક કેર (વિવેક)
આ બેન્નેની વાતો સાંભળી તેમને નવાઈ ન પામશો આજની તારીખમાં અલીફા અને વિવેક બહુ જ સારા ફ્રેન્ડ છે. અને સાથે સાથે બંન્ને એક રીલેશનશીપમાં છે. પણ એ કયા રીલેશનશીપમાં છે. એ તો સમય જ બતાવશે - - - -
અત્યારે તો એટલીજ ખબર છે કે બેન્ને ગોવા જવાના છે અને ત્યાં બહુ બધો દારૂ પીવાનો છે, આરામ કરવાના છે અને ફરવાના છે.
હવે જોઈએ ગોવાની ટ્રીપ અલીફા એને વિવેક માટે કેટલી લાભદાયક સાબિત થાય છે
પ્રિયા સાંભળે છે, આ બોમ્બેની બીજી લાઈફ સ્ટાઈલથી થાક્યો છું. હું એવું વિચારી રહયો છું. કે આપણે ક્યાંક હોલીડે લઈને આપણે કયાંક ફરવા જઈએ આતીફે પ્રિયાને કહયું .
હું તારી વાતથી રાજી છું. પ્રિયાએ કહયું
ગોવા જઈશું ? આતીફે પ્રિયાને પુછયું
ગુડ આઇડીયા પ્રિયાએ કહયું. આ બીઝી લાઈફના કારણે આપણું હનીમૂન પણ રહી ગયું છે. ગોવા ફરવાના બહાને આપણું હનીમૂન પણ થઈ જશે. પ્રિયાએ આતીફને કહેયું.
ખુશ થતા આતીફે કહયું ચાલ હું મારા સર ને વાત કરી લઉં.
હું પણ, પ્રિયા બોલી - -
આ બાજુ પ્રિયા અને આતીફ પણ એમના હનીમૂન માટે ગોવા આવવાનું વિચારતા હતા.
શું બધા મિત્રો ગોવા મળશે ? એ તો સમયજ બતાવશે પણ એટલું તો નક્કી હતું કે આતીફ અને પ્રિયા એમનાં હનીમૂન માટે ગોવા જવાના છે.
રોહન હૉટલમાંથી સામાન લઈને શયાન ના ઘરમાં દાખલ થાય છે. ઘરમાં દાખલ થતાં જ એક અડધી દિવાલને કવર કરી દે એટલું મોટું પેન્ટીંગ જુએ છે એ પેન્ટીંગ ને ધ્યાનથી જોવામાં આવે તો સમજાય એ પેન્ટીંગ સોફિયા નું છે.
શયાન સાથે એમિલી સાથે રહેવા છતાં રોહનને એવું લાગ્યુ હતું કે આ ઘરની હર એક નાની મોટી વસ્તુઓ સોફિયાને જ રીપ્રેઝન્ટ કરતી હોય.
સોફિયાના મનગમતાં ફલાવર ના પોટ, પેઇંન્ટીંગ, વોલનો ઓરેન્જ કલર, વાઈન નું કલેકશન કરવા માટેનો શૉકેશ, આટલુજ નહિ પરંતુ ઘરની નાની થી લઈને માટી હર એક વસ્તુ સોફિયાના ડ્રિમ અનુસાર હતી. મારે તારા સાથે જરૂરી વાત કરવી છે રોહને શયાનને કહયું.
Say, શયાન બોલ્યો. તને જયારે મેં જોયો ત્યારે મને તારામાં મારો મિત્ર ન દેખાયો અને અત્યારે પણ ધુંધળો દેખાય છે પણ સોફિયા માટેનો તારા લવ તો આજે પણ એટલો જ જીંન્દાદિલ છે. જે કામ માટે હું આવ્યો હતો એમાં હું સફળ રહયો રોહને શયાનને કહયું.
હું તને શું કહુ, સોફિયા સાથે તને જોતો ત્યારે મને એટલી જેલેસી થતી હતી કે તને મનથી મારી નાખું , પણ તું તો મારો રોહનયો તારો જીવ પણ કેવી રીતે લઈ શકું ?
હું 4 કલાક જીમ એટલે નથી જતો કે મારી બાડી સારી બને પરંતુ એટલે જાવ છું કે ફ્રસ્ટ્રેશન નીકાળી શકું અને બાકીના 20 કલાક શાંતીથી જીવી શકું. સોફિયાના કારણે આપણી મિત્રતા ઘવાય એ હું ન ચાહતો હતો એટલે તમારા બંન્ને થી હું દૂર હતો શયાન એ રોહન ને કહયું.
મિત્રતા તો ઘવાઈ જ છે. શયાન - - ! ! ! બહુ જ ઘવાઈ છે રોહન બોલ્યો. મને માત્ર એક વાર કહેયું તો હોત કે તને સોફિયા સાથે આટલો બધો લવ છે. (રોહન)
એ એક વાર એજ નો તો બોલી શક્યો. (શયાન)
"જાગ્યા ત્યારથી સવાર" - - - મને મારો મિત્ર પણ મળી ગયો છે અને સોફિયાનો આશીક પણ, હવે સોફિયાને તને મળાવવાની જવાબદારી મારી છે. અને પછી તમને બંન્નેને મળીને જે પણ મંજુર હશે એ. હસતા હસતા રોહને શયાનને કહ્યું.
તુ તો મારા પણ એટલું મોટું અહેસાન કરી દિધું છે કે ખુદા પણ ન કરી શકે. શયાનનો તને વાદો છે કે તારી ગમે તેવી એક ઇચ્છા પુરી કરશે , આટલું બોલતા શયાન રોહનના ગળે ભેટીને રડવા લાગે છે.
શયાન તારા માટે એક બીજું પણ સરપ્રાઈઝ છે (રોહન)
શું? (શયાન)
વિવેક અને અલીફા પણ તારા ઘરે આવવાના છે. (રોહન)
wow - - - Really !! (શયાન)
હા, (રોહન)
તારી ઇચ્છા હોય તો હું ઘરેથી સોફિયાને મનાવીને લઈ આવું? (રોહન)
હા, Thank you so much ! ! ! શયાન ખુશ થતા બોલ્યો.
બીજા દિવસે સવારે વિવેક અને અલીફા શયાનના ઘરે આવે છે. અને એમીલી કામથી પંજાબ જવા નીકળે છે. શયાનને જોતા વિવેક અને અલીફા દંગ રહી જાય છે. શયાન - - - તને તો ઓળખ્યો જ નહિ, બહું જ મસ્ત બોડી બનાવી છે. વિવેક બોલ્યો.
અલીફા પાસે બોલ્યા શબ્દો ન હતા. પણ આંખોથી ઘણી બધી વાતો કરી દીધી હતી. બ્રેકફાસ્ટ કર્યા પછી શયાન એ અલીફા અને વિવેક ને પૂછયું આજે કયાં ફરવા જશું ? મારો ફરવાનો બિલકુલ મૂડ નથી હું બહુ જ થાકી ગયો છું, વિવેક એ શયાનને કહયું. શયાન આપણે બંન્ને તો ફરવા જઈશું જ... અલીફાએ શયાનને કહેયું. અરે તારા પાસે બિચ પર થતી પાટીઁના પાસ છે પડયા છે તો આપણે ત્યાંજ ન જઈએ ?
શયાને અલીફા અને વિવેક ને કહેયું. વિવેક તું પણ આવને પ્લીઝ- - - અલીફા એ વિવેકને ફૉર્સ કરતા કહયું. પણ વિવેક એની ના સાથે અડગ રહયો. મારી આજે જ આતીફ સાથે વાત થઈ આતીફ અને પ્રિયા પણ હનીમૂન માટે આવતીકાલે રાતે ગોવા આવવાના છે. તો એમને પણ અહિંયા બોલાવી લઈએ ? વિવેક એ શયાન ને પૂછયું.
હા ! કેમ નહિ - - - શયાને ઉત્સાહ વ્યકત કરતા બોલ્યો. કેટલા વર્ષો પછી ફરી બધા મિત્રોનું ભેગા થવાનું થયું છે.
અહિયાં અલીફા અને શયાન સાંજ પડતા ગાડી લઈને બહાર ફરવા નીકળ્યા. પહેલા અલીફા અને શયાન બીચ પર જઈને બે - બે બીયરના ટીન માર્યા પછી એક સારા રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ખાધું. અલીફા જીદ પર ચડી કે હું જીન્સ અને ટીશર્ટ પહેરીને તો પાટીઁમાં ન જાવ એ પણ ગોવા માં તો ના જ જાવ. શયાને અલીફા ને નજદીકના શોપીંગ મોલમાં લઈ જાય છે. અને ત્યાં અલીફા બોઈગ દુકાનમાંથી એક બ્લેક કલરનું એક દમ શોર્ટ વન પીસ પહેરીને બહાર આવે છે.
શયાન અલીફાને જોઈને દંગ રહી જાય છે. રહે પણ કેમ નહિ લાંબા બેલ્ક હેર અને ભુરા રંગની હાઈલાઈટસ 34, 26, 34, નું ફિગર અને દેખાવમા તો તે દિવસે દિવસે સારી થતી જતી હતી. અને આ બ્લેક વન પીસ અને એની હાઈટ ના લીધે વધારેજ બોલ્ડ અને સેકસી લુક આવતો હતો. તું વિવેકની ગર્લફ્રેન્ડ ન હોતો તો આજે તું મારી ગર્લફ્રેન્ડ હોત. હસતા હસતા શયાને અલીફાને કહ્યું.
હું ખુશીથી તારી ગર્લફ્રેન્ડ બનીશ અલીફા બોલી - - - અલીફા અને શયાન પાર્ટીમાં જવા નીકળ્યાં. પાર્ટીમાં અલીફા અને શયાન એટલું બધુ પી લીધું હતું કે બેન્ને ને કોઈ હોશ જ ન રહયો. અને તે બેન્ને રાતે એક હૉટલમાં જઈને રોકયા.
જયારે બંન્ને સવારે ઊઠે છે. ત્યારે નગ્ન અવસ્થામાં બંન્ને એક બીજાને ચીપકીને મસ્ત ઊંઘ્યા હતા. શું અલીફા અને શયાન વચ્ચે સેકસ થયું હશે ? શું અલીફા વિવેક ને છોડીને શયાન પાસે જતી રહેશે ? શું સોફિયા શયાનને મળવા આવશે ? શું શયાન ને અલીફા જોડે લવ થઈ જશે ? આ બધા સવાલના જવાબ નેકસ્ટ એપીસોડમાં મળશે. - - - - -
શયાન નગ્ન અવસ્થામાં ઊભો થઈ એક વોડકા નો પેગ બનાવીને પીવે છે. અને અલીફાને પણ એક પેગ બનાવીને આપે છે. વોડકા નો પેગ પીધા પછી અલીફા એના શરીરે વ્હાઈટ કલર ની ચાદર ઓઢી ઉભી થઈને એના કપડાં શોધે છે. પલંગ નીચેથી એના કપડાં કાઢતા અલીફાના શરીરે વીટળાયેલી ચાદર નીકળી જાય છે.
શયાન ઉભો થઈને અલીફાના શરીર પર ફરી ચાદર વીંટાળી લે છે. અને પલંગ નીચેથી કપડાં કાઢી આપે છે. હજી સુધી શયાન નગ્ન અવસ્થામાં જ હતો. અલીફા એના કપડાં લઈને બાથરૂમમાં જાય છે. એ દરમિયાન શયાન ટુંવોલા વીંટીને ફરી એક વોડકા નો પેગ બનાવીને પીવા લાગે છે. અલીફા એના કપડાં પહેરીને બહાર આવતા - - -
શયાન બ્રેકફ્રાસ્ટ મંગાવી લેજે. શયાન ફોન કરી બ્રેકફ્રાસ્ટ - બ્રેડ બટર , વન ગ્લાસ મિલ્ક અને આમલેટ - મંગાવે છે. ત્યાર બાદ શયાન નાહી ધોઈને કપડાં પહેરીને બહાર આવે છે. 15 - 20 મિનિટમાં બ્રેકફ્રાસ્ટ લઈને વેઇટર આવે છે. અલીફા દરવાજો ખોલીને વેટરને come in કહે છે. અને વેટઇર બ્રેકફાસ્ટ આપી ને દરવાજો બંધ કરીને નીકળી જાય છે. ત્યારે બાદ, શયાન ગરમ દૂધનો ગ્લાસ અલીફા તરફ આગળ કરે છે. તો અલીફા દૂધના ગ્લાસ સાથે શયાન જોડેથી વોડકાનો ગ્લાસ પણ લઈ લે છે.
જો શયાન આ વોડકા ભરેલો ગ્લાસ તું છે. અને આ દૂધ ભરેલો ગ્લાસ વિવેક છે. મને પણ ખબર છે. અને તને પણ ખબર છે. આ દૂધનો ગ્લાસ મારા માટે વધારે લાભદાઈ છે. હેલ્થને લઈને પણ , ભવિષ્ય ને લઈને પણ , અને વિવેક તારા કરતા મારી કેર પણ વધારે કરે છે. અને વન ગર્લ મેન છે. પણ સાલી મને મોહબ્બત તો આ વોડકાના ગ્લાસ સાથે જ છે. બસ એને પીતા જીદંગી બહુ મોટી થઈ જાય છે.
એક એક ક્ષણને મેહસૂસ કરવાતો લ્હાવો મળે છે. જેવો નશો વોડકા માં છે એવા નશો દૂધ માં કયાં થી? અલીફા એ શયાનને કહયું . શયાન મૌન રહયો અને અલીફાને દૂધ લેવા ગ્લાસ આગળ કર્યો.
(દૂધ પીતા પીતા) શયાન તને એક વાત કહું? (અલીફા)
હા, (શયાન)
તને પણ નથી યાદ અને મને પણ નથી યાદ રાત્રે આપણ વચ્ચે સેકસ થયું કે નહીં પરંતુ અત્યારે આપણ બંન્ને એક બીજા સાથે કેટલા કમ્ફર્ટેબલ છીએ. બસ એજ કમ્ફર્ટ મને વિવેકમાં નથી. (અલીફા)
આ બધી વાતો ને યાદ રાખવી બીનજરૂરી છે. આપણા બંન્ને ની લાઈફ તદ્દન અલગ છે. એ વાતનો તને પણ ખ્યાલ છે. (શયાન)
હા, પણ હવે હું તો વિવેક સાથે નહીં રહી શકું. (અલીફા)
પણ કેમ? (શયાન)
કેમ કે હું શયાન સાથે એક નાઈટ ગુજારી અને મને હવે બધી નાઈટ આવીજ રોમેન્ટીક અને ફિયરલેસ જોઈએ છીએ.
"જબ જીંદગી મિલતી હૈં એક બાર
તો સો બાર સોચના કયું " (અલીફા)
શયાનને મૌન રહેવામાં જ સમજદારી લાગી. ત્યાર પછી અલીફા અને શયાન હૉટલમાંથી ચેક આઉટ કરી ઘર તરફ રવાના થયા.
જયારે અલીફા અને શયાન ઘરે પહોંચે છે. ત્યારે વિવેક થોડો ચિંતામાં હોય છે. પણ અલીફાને જોતા જ એની ચિંતા પળમાં ગાયબ થઈ જાય છે. વિવેક અલીફાને હગ કરી લે છે. પણ અલીફા વિવેકને અવગણતી હોય એવું લાગે છે. સાંજ પડતા આતીફ અને પ્રિયા પણ શયાનના ઘરે આવી જાય છે. બધા ભેગા મળીને ફાઈવસ્ટાર હૉટલમાં જઈ ડિનર કરે છે.
એક સમય હતો જયારે વિવેક અને શયાન પાસે ભણવા માટે પૈસા ન હતા, પણ આજે પૈસા નો કોઈ પાર ન હતો. બધા મિત્રો પોતાના સુખ:દુખ ની વાતો કરતા હતા. ત્યાં આતીફે બધાને કહેયું કે મારા મમ્મી-પપ્પા પ્રિયાને અપનાવવા રાજી થઈ ગયા છે. આ વાત સાંભળી બધા ખુશ થઈ ગયા અને એક મોંઘી વાઈન ની બૉટલ મંગાવી - - -
બધા વચ્ચે વાત - ચીત ચાલતી હતી અને શયાન પર રોહનનો ફોન આવ્યો. કે હું અને સોફિયા ગોવા એરપોર્ટથી તારા ઘરે આવવા નીકળી ગયા છીએ. શયાને બધાને જલદીથી ડીનર કરવાનો આગ્રહ કર્યો. કેમ કે શયાન 1 સેકન્ડ પણ સોફિયા ને વેઇટ કરાવવા માગતો ન હતો. શયાન અને બધા હૉલમાં બેસીને રોહન અને સોફિયાનો વેઇટ કરતા હતા. એટલામાં જ ડોરબેલનો અવાજ આવે છે. ડોર બેલનો અવાજ સાંભળતાજ બધા ચૂપ થઈ જાય છે. અને વિવેક ઉભો થઈને ડોર ખોલે છે. રોહન અને સોફિયાને જોઈ બધા પોતાની જગ્યા પરથી ઉભા થઇ જાય છે. અને હૉલમાં એટલી ખામોશી હોય છે કે ઘડિયાળનાં સેકન્ડ કાંટાનો અવાજ પણ સાંભળી શકાય .
એક તો સોફિયાનો માસૂમ ચહેરો ઉપરથી વ્હાઈટ ડ્રેસમાં હોવાને કારણે એની માસૂમીયત બમણી થઈ જતી હતી. કાળા લાંબા હેર અને ગુલાબી રંગની ચશ્માની ફ્રેમ એના પર વધારે જામતી હતી. નળમાંથી પાણી ટપકતું હોય એમ શયાનની આંખો માંથી આંસૂ ટપકતા હતા, અને શયાન કંઈક બોલવા માગતો હતો પણ બોલવા કોઈ શબ્દો ન હતા. સોફિયા આગળ વધીને શયાનને માત્ર 4 સેકેન્ડ નું હગ કરે છે. બસ આ 4 સેકન્ટમાં વર્ષોની દૂરી ખતમ થઈ જાય છે. આંસૂઓ શાનદાર મુસ્કાનમાં તબદીલ થઈ જાય છે. અને આખા ઘરમાં બસ પ્યાર જ પ્યાર નો માહોલ છવાઈ જાય છે.
ઘરમાં શયાન અને સોફિયા ના મિલન થી બધા બહુ જ ખુશ હતા. સિવાય કે અલીફા. એ સિવાય અલીફા બિનજરૂરી વાતોમાં વિવેક સાથે જગ્યા કરવા લાગી હતી. અને બધી વાતોમાં શયાન સાથે સરખાવા લાગી હતી. ઘરમાં ખુશીનો માહોલ એટલો હતો કે વિવેક અને અલીફા વચ્ચે થતી અણબન કોઈની નઝર ન આવતી હતી. એક બીજી મોટી ખુશખબરી એ હતી કે રોહનના મમ્મી-પપ્પા ને પણ કંઇ જાઝી સમસ્યા ન હતી. મતલબ સાફ હતો. શયાન અને સોફિયા કોર્ટ મેરેજ કરવાના હતા.
શયાન અને સોફિયાનાં મેરેજને લઈને બધા બહુ જ ખુશ હતા. કોણ શયાનના પક્ષમાં રહશે અને કોણ સોફિયા ના પક્ષે રહેશે એના ઝઘડા બધા વચ્ચે ચાલતા હતા. આ ઝઘડાને જોઈ જૂના કેન્ટીન ના દિવસો યાદ આવી ગયા. ત્યાં હર એક નાની- નાની વાતો માટે આ ચાર મિત્રો કેવા લડી પડતા હતા.
આ બાજુ અલીફા તો બધાથી દૂર એક રૂમ માં જઈને ચૂપ - ચાપ બેઠી હતી. બધા વાતો માં એટલા તો મશગુલ હતાં. કે આ વાત કોઇ ને ધ્યાન માં જ ન આવી.
(શયાન અને સોફિયાના કૉર્ટ મેરેજ થતા પહેલા ની રાત) - - - આજની રાત ને ખાસ બનાવવા ટેરેસ પર ખાસ ગોઠવણી કરેલી હતી. એક - એક થી ચડિયાતી વિસ્કી, સ્કોચ, બીયર, વાઈન અને ગોવાની મશહૂર બેલી ડાન્સર ને પણ બોલાવેલી હતી.
બેલી ડાન્સર માટે સ્ટેજ અને બેસવા માટે ગાદંલા - ગાલીચા ની ખાસ સગવડ હતી.
રાત્રે ના 9 ના ટકોરે બેલી ડાન્સ શરૂ થયો. બધા બહુ જ મસ્તીમાં હતા. આ વિવેક હતો ને એટલે જ આ બધા ગુજરાતીઓ માપમાં રહેતા હતા. બાકી આ બેલી ડાન્સરની તો વાટ જ લગાવી દેત.
મન ફાવે એમ એક પછી એક પેગ બધા પીધા કરતા હતા. ટલ્લી થયા પછી આ બેલી ડાન્સ ગરબામાં ફેવરાઈ ગયો અને કેસરીયો રંગ બેલીડાન્સ પર છવાઈ ગયો. અને પછી તો આ ગુજરાતીઓએ દેશી નોરતા ચાલુ કર્યા. રાતના 2 વાગ્યા સુધી ગરબા ચાલ્યા ને પછી એક પછી એક થાકીને ગાદલામાં પડવા લાગ્યા. એક સોફિયા બરાબર હોશમાં હતી. બાકીના બધા તો દારૂડીયા ની જેમ ગાદલામાં પડેલા હતા. સોફિયા ઘરમાં જઈને જલજીરા વાલી છાસ બનાવી લાવી અને એક પછી એક બધાને જબરજસ્તી પીવડાવી અને વિવેક તો ઉલટી પર ઉલટી કરે જતો હતો. બધાને ઠીક ઠીક હોંશ આવતાં - આવતાં સવારના 4 વાગી થઈ ગયા હતા. ત્યાર બાદ બધા મળીને ટ્રુથ અને ડેર રમવાનું નક્કી કયુઁ. સવારના 4:15 A. M એ મેજીક મુવમેન્ટનો વોડકાનો બોટલ ભમાવ્યો અને બોટલનું મુખ શયાન સામે આવી ઉભું રહયું. અને બોટલનો પાછળનો ભાગ પ્રિયા સામે .
શયાન, ટ્રૂથ ઓર ડેર? (પ્રિયા)
હસીને ટ્રૂથ. (શયાન)
એમીલી સાથેનું તારુ શું ચક્કર છે.? (પ્રિયા)
એમીલી પણ આર્ટ પ્રેમી છે. અને હું પણ બસ આજ વાતે પ્રેમ અને અમને સાથે રહેવા મજબૂર કર્યા હતા. પણ હવે નહિ. - - - (શયાન)
વાહ- - વાહ - - આતીફ ખુશ હુવા તેરા જવાબ સૂન કર. ફરી એક વાર બોટલ ભમાવવામાં આવી - બોટલ નું મૂખ રોહન તરફ અના પીઠ અલીફા તરફ ટ્રૂથ ઓર ડેર મોટા અવાજે અલીફા એ રોહનને પુછયું. ટ્રૂથ રોહને કહેયું.
તે કેટલી છોકરીઓ સાથે સેકસ કરેલું છે. ? (અલીફા)
ચાર - - (રોહન)
બધા આખો ફાડી - ફાડી ને રોહનની સામે જોઈ રહયા રોહનનો જવાબ સાંભળી સોફિયા ના ચેહેરા પરથી રંગ ઉડી ગયો હતો.
ત્રીજી વાર બોટલ ભમાવવામાં આવી આ વખતે મુખ વિવેક તરફ અને પીઠ સોફિયા તરફ ટ્રૂથ ઓર ડેર ( સોફિયા)
ડેર (વિવેક)
ઓ - - - ડેર શયાન બોલ્યો.
તારી મનગમતી છોકરીને પ્રપોઝ કરીને બતાવ વિવેક ઉભો થાય છે. અને અલીફાના સામે બેસીને પ્રપોઝ મારે છે. પણ અલીફા એના પ્રપોઝલને સાફ ઈન્કાર કરે છે. પણ આ વાતને કોઈ સીરીયસ થઈ લેતું સિવાય શયાન. શયાન એના મોબાઈલમાંથી અલીફાને તરત જ મેસેજ કરે છે. કે તું આ પ્રકારનું વર્તન ન કરીશ અને એ રાત્રિ વિશે વિચારવાનું બંધ કર.- -
પરંતુ શયાનના મેસેજનો કોઈ રીપ્લાય આવતો નથી.
ચોથી વાર બોટલ ભરવામાં આવે છે. આ વકતે બોટલનું મૂખ અલીફા તરફ અને પીઠ રોહનની તરફ. ટ્રૂથ ઓર ડેર? રોહને અલીફાને પૂછ્યું. તારી હિંમત હોય તો ડેર લઈને બતાવ. અલીફાને ઉશ્કેરવા માટે રોહન બોલ્યો.
લે રોહન, ડેર. - - અલીફા બોલી, તુ તારા ડ્રિમ બોયને કિસ કરી બતાવ - -
ઓ.કે આઇ હેવ નો પ્રોબ્લમ - - - અલીફા બોલી. બીજા બધા આંખો બંધ કરી લો પ્રિયા માટેથી બોલી.બધા આંખો બંધ કરે છે.- - -
અલીફા ધીમેથી શયાન પાસે જાય છે. અને શયાનને કિસ કરી લે છે. જયારે બધા આંખો બોલે છે ત્યારે અલીફા એની જગ્યા પર બેસેલી હોય છે. બધા વિવેકને પુછવા લાગે છે. કે કેવી કીસ રહી ? વિવેક મોઢું બગાડતા - - - મને કોઈ કીસ નથી કરી. બધા અલીફા સામે જુવે છે. આ રીતે મારી સામે કેમ જોવો છો બધા. મેં મારી ડેર પૂરી કરી છે. આટલું સાંભળતા વિવેક અને અલીફા વચ્ચે નો ઝગડો શરૂ થઈ જાય છે. અને અલીફા ગેમ છોડીને જતી રહે છે.
સવારે 8 વાગે પ્રિયા બધાને ઉઠાડે છે. અને નજીક ના કેફેમાં બ્રેકફાસ્ટ કરવા લઈ જાય છે. સવાર પડતા - પડતા અલીફા અને વિવેક ની ફાઈટનો પણ અંત આવે છે. અને હસી મજાક કરતાં કરતાં બ્રેકફાસ્ટ કરે છે. મિત્રો વચ્ચે એવું નક્કી થાય છે. કે વિવેક, પ્રિયા અને રોહન સોફિયાના તરફ રહેશે. જયારે અલીફા અને આતીફ શયાનની તરફ રહેશે.
વિવેક, રોહન અને પ્રિયા સોફિયાને લઈને હૉટલમાં જતા રહે છે. જયારે આતીફ અને અલીફા શયાન સાથે ઘર તરફ રવાના થાય છે. અને બપોરે 3 વાગે મેરેજ બ્યુરો માં મળવાનું નક્કી થાય છે.
3 વાગે એ બધા મેરેજ બ્યુરોની બહાર ભેગા થાય છે. અને વેઈટ કરતાં હોય છે. કે કયારે શયાન અને સોફિયાને ઑફિસમાં બોલાવે . શયાન ના મોબાઈલ પર થોડી - થોડી વારે એમીલી ના ફોન આવતા હતા. પણ શયાન એનો ફોન ઉપાડતો ન હતો. છેવટે રોહન કંટાળીને શયાન પાસેથી ફોન લઈ લે છે.
(શયાન અને રોહનની 10 મીનીટ પછી) - - - કંઈક બહાનુ બનાવીને રોહન શયાનને પાર્કિંગ માં લઈ જાય છે. આ દરમિયાન શયાન અને સોફિયાને ઑફિસ માં બોલાવામાં આવે છે. તો શયાન ને બોલાવવા અલીફા પાર્કિંગ માં જાય છે. રોહન શયાનને જોરથી થપ્પડ મારે છે અને કહે છે: તુ કહેતો હતોને કે મારી એક વીશ પુરી કરીશ તુ. તો સાંભળ મારી વીશ એ છે કે તુ કયારે પણ સોફિયા ન મળીશ નહિ. અને રોહન શયાનને ફોન પાછો આપે છે.
શયાન અને રોહનની વચ્ચે થયેલી આ લડાઈ અલીફા જોઈ જાય છે. અને અલીફા ગુસ્સામાં આવીને રોહનને ધક્કુ મારી દે છે.
રોહન નીચે પડી જાય છે. અને એનાં માંથા માંથી બ્લડ નીકળવાનું શરૂ થઈ જાય છે. - - -
શું શયાન અને સોફિયા ના મેરેજ થશે ? શું શયાન રોહનને આપેલો વાદો પુરો કરશે ? શું રોહન નું માથામાંથી બ્લડ નીકળવાને કારણે મૃત્યુ થશે ?
અને એવું તો રોહને મોબાઈલમાં શું જેયુ જેને લીધે આટલી વિપરીત પરિસ્થિત ઉભી થઈ ? આ બધા પશ્નના જવાબ મેળવવા નેક્સ્ટ એપીસોડ જરૂરથી વાંચજો - - -
(આપણે જોયું કે અલીફા રોહનને ધક્કો મારે છે અને રોહન ઘાયલ થાય છે. હવે શયાન અલીફા પર ગુસ્સે થાય છે, તેના પર વાર કરે છે અને બધાને છોડીને જતો રહે છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. ત્યાંથી અલીફા ક્યાંક ભાગી જાય છે. રોહન બધા ખુલાસા કરે છે. મોબાઇલ માં એવું તે એણે શું જોયું કે આ પરિસ્થિતિ ઉભી થઇ? બધા રહસ્યોનો પર્દાફાશ થાય છે. આ બધું જાણવા માટે હવે આગળ વાંચો.)
પ્રકરણ – 4
શયાન અલીફા તરફ આગળ વધે છે અને અલીફાને જડબાથી જોરથી પકડીને કહે છે, “ફક યુ બિચ, તે મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું.” અને શયાન એની કાર તરફ આગળ વધે છે. અચાનક તે અલીફા તરફ દોડીને આવે છે અને અલીફાનું માથું કારના કાચ સાથે અથડાવે છે. કંઈ પણ બોલ્યા વગર શયાન ફરી એની કાર તરફ ઝડપથી ચાલતો થાય છે.
અહિયાં અલીફાના કપાળમાંથી લોહી આવવાનું ચાલુ થઇ ગયું હતું પરંતુ એના ચહેરા પર એક અજીબ મુસ્કાન છવાયેલી હતી.
બીજી બાજુ આતીફ, પ્રિયા, વિવેક અને સોફિયા આ લોકોનો વેઇટ કરતા હોય છે. આતીફ પાર્કિંગમાં આ લોકોને બોલાવવા આવે છે પરંતુ પાર્કિંગમાં અલીફા અને રોહનને જોઈને માથું પકડીને ત્યાં ને ત્યાં જ બેસી જાય છે. થોડીક મિનિટ માં વિવેક, પ્રિયા અને સોફિયા પણ પાર્કિંગમાં આવી જાય છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. અલીફા કાંઈક બહાનું બનાવીને ત્યાંથી છટકી જાય છે. હવે શયાન પછી અલીફા પણ બધાને મૂકીને ભાગી જાય છે.
* * * * * * *
શયાન અને અલીફા કેમ ભાગી ગયા એનો જવાબ માત્ર રોહન જ આપી શકે એમ હતો. ક્યારે રોહન હોશમાં આવે એની રાહ જોઈને બધા બેઠા હતા. 3 કલાક પછી રોહન હોશમાં આવે છે. હોશમાં આવવાની સાથે વિવેકને કહે છે તારી રાંડને સંભાળી લે.
વિવેક ગુસ્સેથી રોહન સામે જોઈ રહે છે અને કહે છે, “તું શું બોલી રહ્યો છે?”
“તને નહિ ખબર હોય પણ મારી આ હાલત અલીફા અને શયાનને લીધે થઇ છે.”
બધા આશ્ચર્યની નજરે રોહન સામે જોઈ રહે છે.
“સોફિયા મને માફ કરી દેજે, શયાન તારે લાયક બિલકુલ નથી.”, રોહન બોલ્યો.
“પણ આ બધું શું ચાલી રહ્યું છે મને કંઈ સમજ નથી પડતી અને અચાનકથી તું કેમ શયાનને ખરાબ કહેવા લાગ્યો છે?” સોફિયાએ રોહનને કહ્યું.
રોહને બોલવાની શરૂઆત કરી, “આપણે જયારે ગોવા આવ્યા ત્યારે શયાન અને અલીફા એક પાર્ટીમાં ગયા હતા. પાર્ટી પછી બંને હોટલમાં જઈને રોકાયા હતા અને એ રાત્રી દરમ્યાનના બંન્નેના નગ્ન ફોટો મેં આજે શયાનના ફોનમાં જોયા હતા. એટલું જ નહિ પરંતુ જયારે આપણે ગેઈમ રમતા હતા ત્યારે અલીફાએ કોઈ બીજાને નહિ પરંતુ શયાનને જ કિસ કરી હતી. આ વાતનો પુરાવો આપતો મેસેજ પણ મેં શયાનના મોબાઇલમાં જોયો હતો. સૌથી મોટો મૂરખ તો હું જ છું કે સોફિયાના મેરેજ શયાન સાથે કરાવા ચાલ્યો. અને વિવેક મને માફ કરી દેજે હું ગુસ્સામાં વધારે બોલી ગયો. પણ અલીફા અને શયાન બંન્નેએ ભેગા થઈને મને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ બંન્ને નિષ્ફળ રહ્યા.”
સોફિયા ઉભી થાય છે અને રોહન આગળ હાથ જોડે છે અને કહે છે કે, “હવે તું પણ મારી પાસે ના આવતો. તું મને સમજી શું ગયો છે? હું તારી કઠપૂતળી છું? તું જેમ કહીશ એમ હું કરીશ? તારા અને શયાન બંન્નેથી હું કંટાળી ગઈ છું. મારે તમારા બંન્નેથી આજ પછી કોઈ સંબંધ નથી.” એમ બોલતા સોફિયા ચાલતી થઇ.
સોફિયા પછી વિવેક પણ કંઈ પણ બોલ્યા વગર ચાલતો થઇ જાય છે. એક દિવસ પછી રોહનને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ મળી જાય છે. ત્યાર બાદ આતીફ અને પ્રિયા પણ ગોવા છોડીને ચાલ્યા જાય છે.
* * * * * * *
(32 કલાક પહેલા...)
3 P.M. એ બધા મેરેજ બ્યુરોની બહાર ભેગા થાય છે અને વેઇટ કરતા હોય છે કે ક્યારે શયાન અને સોફિયાને ઓફિસમાં બોલાવે પણ આ સમયે શયાનના મોબાઇલ પર એમિલીના ફોન થોડી-થોડી વારે આવતા હતા અને શયાન ફોન ઉઠાવતો ન હતો. છેવટે રોહન કંટાળીને શયાન પાસેથી મોબાઇલ લઇ લે છે. એમિલીનો ફોન શયાન નથી ઉપાડતો જેથી એમિલી શયાનના મોબાઇલ પર મેસેજ કરે છે. જયારે એમિલી શયાનને મેસેજ કરે છે ત્યારે શયાનનો ફોન રોહનના હાથમાં હોય છે.
એમીલીનો મેસેજ આ રીતે હોય છે, “હેય બેબી, તું જલ્દીથી સોફિયા સાથે મેરેજ કરી લે પછી આપણને ‘બુક ઓફ ડેથ’ મેળવવામાં કોઈ નહિ રોકી શકે.”
આ મેસેજ વાંચ્યા પછી રોહન શયાનને પાર્કિંગમાં લઇ જાય છે.
“તે મારા સાથે ધોખો કર્યો છે.” (રોહન ગુસ્સામાં શયાનને કહે છે.)
“રિલેક્સ રોહન, તને અચાનક શું થયું? અને કેમ મને પાર્કિંગમાં લાવ્યો છે.”
રોહન શયાનને મોબાઇલમાં એમિલીનો મેસેજ બતાવે છે.
“ચિલ રોહન ચિલ. આ બધાથી તારે કોઈ લેવાદેવા નથી. આ બાબત મારી પર્સનલ છે. તને તારા 50 કરોડ અને 5 ફિલ્મની સ્ટોરી મળી ગઈ છે. તું તારા કામ થી કામ રાખને.” (શયાન)
* * * * * * *
(1 મહિના પહેલા...)
જયારે રોહન એની ફિલ્મ પર કામ કરતો હોય છે ત્યારે એને અહેસાસ થાય છે કે એ શયાનની લાઈફનો રોલ પ્લે કરે છે અને શયાનને બીજું કોઈ નહિ પરંતુ મારી જ ફિયાન્સી સાથે લવ છે. રોહન અને શયાન બચપણના બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંન્ને એક બીજાને બહુ જ સારી રીતે જાણતા હોય છે. રોહનને ખબર હતી કે શયાન એના લવ ને મેળવવા કંઈ પણ એટલે કંઈ પણ કરી શકે છે.
રોહન અને સોફિયા વચ્ચે સારા સંબંધ હતા પણ રોહન સોફિયાને નહિ પણ એની ઇન્ડસ્ટ્રીની એક હિરોઈન જોડે લવ કરતો હતો. એ માત્ર સામાન્ય હિરોઈન ન હતી પણ બહુ જ ફેમસ હિરોઈન હતી. એની સામે રોહન બહુ જ નાનો હીરો હતો. આ હિરોઈનનું નામ જાનકી હતું. આ હિરોઈન સુધી રોહનને પહોંચવા માટે પૈસા અને સારા-સારા મૂવી કરવાની જરૂર હતી.
આ સમયે શયાન બહુ જ મોટો રાઇટર બની ગયો હતો અને એની બુક પર ફિલ્મ બનાવવા બધા ડિરેક્ટરની પડા-પડી થતી હતી. રોહનના મગજમાં આઈડિયા આવે છે કે હું શયાન પાસેથી મૂવીની સ્ક્રિપ્ટ અને બહુ બધા પૈસા માંગી લઉં તો હું મારુ ખુદનું મૂવી પ્રોડકશન ખોલી શકું અને એમાં હીરો તરીકે હું અને હિરોઈનમાં જાનકીને લઇ શકું.
આ બધી વાતોને ધ્યાનમાં રાખીને રોહન એક પ્લાન બનાવે છે કે હું શયાનને સોફિયા સાથે મળાવી લઇ એના બદલામાં હું એની પાસેથી 50 કરોડ રૂપિયા અને 5 મૂવીની સ્ક્રિપ્ટ લઇ લઉં. અને રોહનને પૂરો ભરોસો હતો કે શયાન આ શરત સ્વીકારી લેશે કેમ કે શયાન સોફિયા માટે કંઈ પણ કરી શકતો હતો. આ કારણે રોહન એની અધૂરી ફિલ્મ છોડીને શયાનને શોધવા ગોવા પહોંચી જાય છે.
જયારે રોહન 1st ટાઈમ ગોવામાં શયાનને એમિલી સાથે કિસ કરતા જોવે છે ત્યારે એને એવું લાગે છે કે શયાન સોફિયાને ભૂલી ગયો છે પણ જયારે રોહન શયાનના ઘરમાં દાખલ થાય છે ત્યારે અડધી દીવાલને ઢાંકતી સોફિયાની પેઇન્ટિંગ જોવે છે ત્યારે એને સમજાય છે કે ભલે એ બીચ પર એમિલીને કિસ કરતો હોય પણ લવ તો હજી એજ સોફિયા સાથે કરે છે. ત્યાર બાદ સોફિયાના મનગમતા ફ્લાવરના પોટ, પેઇન્ટિંગ, વોલનો ઓરેન્જ કલર, વાઈનનું કલેક્શન જોવે છે. એ પછી રોહન જાનકીના સપના જોવા લાગે છે કે હવે તો જાનકીનો હીરો હું જ બનીશ.
રોહન શયાનને વાતોના માયાજાળ માં ફસાવે છે અને સોફિયા જોડે મેળવવાની વાત કરે છે. અને એના બદલામાં 50 કરોડ રૂપિયા અને 5 મૂવીની સ્ક્રિપ્ટ માંગે છે. શયાન ઝટથી રોહનની વાત માની જાય છે અને તરત જ રોહનના એકાઉન્ટ માં 50 કરોડ રૂપિયા નાખી દે છે. કંઈ પણ જાતના સંકોચ વગર અને માત્ર 24 કલાકમાં એને મૂવીની સ્ક્રિપ્ટ પણ આપવાનું કહી દે છે. રોહનને નવાઈ લાગે છે કે આટલો જલ્દી શયાન કેમ માની ગયો?
મગજમાં ચાલતી મૂંઝવણને રોહન નકારે છે અને સોફિયાને લેવા ઘરે જાય છે. રોહનને પૂરો વિશ્વાસ હતો કે એ સોફિયાને શયાન સાથે મેરેજ કરવા મનાવી લેશે અને એ સફળ પણ રહ્યો. બીજી બાજુ સોફિયા પણ શયાનને સંપૂર્ણપણે ભૂલી ન હતી અને આજે પણ સોફિયાના દિલમાં શયાન માટે જગ્યા હતી. સોફિયાને સમજાવવા રોહનને ઝાઝી મજૂરી કરવી ન પડી કેમ કે સોફિયા પણ અમુક અંશે શયાનને જ પસંદ કરતી હતી.
રોહન જયારે સોફિયાને લઈને ગોવા શયાનના ઘરે જાય છે ત્યારે શયાન 5 મૂવીની સ્ક્રિપ્ટ પણ આપી દે છે. આ બાજુ શયાનને એની સોફિયા મળી જાય છે અને રોહન જાનકી સુધી પહોંચવાની સીડી ચઢવાની શરૂઆત કરે છે.
* * * * * * *
(31 કલાક અને 55 મિનિટ પહેલા...)
“આ ‘બુક ઓફ ડેથ’ શું છે? અને સોફિયા અને ‘બુક ઓફ ડેથ’ નું શું રિલેશન છે?” (રોહન)
“તેં જયારે મારી પાસે 50 કરોડ અને 5 મૂવીની સ્ટોરી માંગી ત્યારે મેં તને કોઈ પ્રશ્ન કર્યો હતો તે તું મને આજે પ્રશ્ન કરે છે?” (શયાન)
“મને પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન થી નહિ પણ જવાબ થી જોઈએ છે.” (રોહન ગુસ્સેથી બોલ્યો.)
“તું તારા કામ થી કામ રાખ ને. મારી લાઈફ માં દખલ ના કરીશ.” (શયાને પણ ગુસ્સેથી જવાબ આપ્યો.)
“મતલબ તું સોફિયા સાથે લવ નથી કરતો. તું આ બુક ના ચક્કરમાં સોફિયા સાથે મેરેજ કરે છે.” (વધુ ગુસ્સા સાથે રોહન બોલ્યો.)
“તો તે પણ સોફિયાને 50 કરોડ અને 5 મૂવી ની સ્ટોરી માટે વેચી નાખી ને.” (હસવાની સાથે શયાન બોલ્યો.)
“તું કહેતો હતો ને કે મારી એક વિશ પૂરી કરીશ તો સાંભળ મારી વિશ એ છે કે તું ક્યારેય પણ સોફિયાને ન મળીશ.” (રોહન શયાનને થપ્પડ મારતા કહે છે અને મોબાઇલ પાછો આપે છે.)
આ સમયે અલીફા શયાન અને રોહનને મેરેજ બ્યુરોના અંદર જવા બોલાવવા આવે છે અને રોહનને થપ્પડ મારતા જોઈ જાય છે. રોહનનું શયાનને થપ્પડ મારવું અલીફાથી જોયું નથી જતું એટલે અલીફા ગુસ્સામાં આવીને રોહનને જોરથી ધક્કો મારી દે છે. એનું પરિણામ એ આવે છે કે રોહનનું માથું પથ્થર સાથે અથડાઈ જાય છે અને બ્લડ નીકળવાનું શરુ થઇ જાય છે.
રોહનને આ હાલતમાં જોઈ શયાન ગુસ્સે થઇ ગયો. કેમ કે જે બાબત એક થપ્પડમાં પતી ગઈ હોત એ મર્ડર સુધી પહોંચી ગઈ હતી. માત્ર અને માત્ર અલીફા ના કારણે.
શયાન અલીફા તરફ આગળ વધે છે અને અલીફાને ઝડબાથી જોરથી પકડીને કહે છે, "ફક યુ બિચ, તે મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. શયાન એની કાર તરફ આગળ વધે છે. અચાનક તે અલીફા તરફ દોડીને પાછો આવે છે, અલીફાનું માથું કારના કાચ સાથે અથડાવે છે અને કંઈ પણ બોલ્યા વગર શયાન ફરી એની કાર તરફ ઝડપથી ચાલ્યો જાય છે.
અહીંયા અલીફાના કપાળ માંથી લોહી આવવાનું ચાલુ થઇ જાય છે છતાં પણ અલીફાના ચહેરા પર મુસ્કાન છવાયેલી હોય છે. અલીફાને જરા પણ એના કર્યા પર અફસોસ ન હતો. એને દુઃખ માત્ર એ વાત નું હતું કે શયાન એનાથી નારાજ થઇ ગયો હતો.
જયારે જયારે કોઈ શયાન પર હાથ ઉઠાવશે ત્યારે ત્યારે એની હાલત રોહન કે એનાથી પણ ખરાબ થશે.
* * * * * * *
‘બુક ઓફ ડેથ’ એ બુક હતી જે સોફિયાના પરિવારમાં પેઢી દર પેઢી તેમના વંશજને આપવામાં આવતી હતી પણ એક ભવિષ્યવાણી થયેલી કે જયારે વંશ માં ખાલી છોકરી જ હોય ત્યારે એ બુક એના પતિને આપવાની હતી અમુક શરતો હેઠળ. આ સમયે સોફિયાના પરિવારમાં સોફિયા સિવાય કોઈ બીજું વંશજ ન હતું માટે સોફિયા સાથે જે મેરેજ કરે એને બુક ઓફ ડેથ મળે.
વિવેકને તો દોસ્તી શબ્દથી જ નફરત થઇ ગયી હતી. એનાજ મિત્રો એની સાથે આવું કેવી રીતે કરી શકે! મિત્રો સુધી વિવેકનો ગુસ્સો સીમિત ન હતો, અલીફા થી પણ નારાજગી હતી.
પ્યાર મેં ધોખા ઓર દોસ્તી મેં ગદ્દારી જિસે મિલતી હે ઉસકો સિર્ફ એક હી ચીજ મંગતી હે, "બદલા" ઓર સિર્ફ "બદલા".
વિવેક નો હવે માત્ર એક જ ધ્યેય હતો કે કેમ કરીને શયાન અને અલીફાને બરબાદ કરવા. એવું તો વિવેક શું કરે કે જેથી સૌથી વધારે ચોટ અલીફા અને શયાન ને લાગે? વિવેક નો બદલો જાયજ પણ હતો .
બીજી બાજુ સોફિયા પણ શયાનથી બહુ જ નારાજ હતી એટલે નહિ કે એના મેરેજ શયાન સાથે ન થયા પણ એટલે કે શયાન એને મળ્યા વગર જતો રહ્યો. શયાનના સંબંધ અલીફા સાથે હતા એ બાબત ને લઈને પણ સોફિયા બહુ ગુસ્સે હતી. સોફિયાને સૌથી વધારે દુઃખ એના માટે નહિ પણ વિવેક માટે થતું હતું કેમ કે વિવેક અલીફાને બહુ જ પ્યાર કરતો હતો. પણ અલીફા વિવેક સાથે આવું કરશે એવું માનવામાં જ આવતું ન હતું અને આ ગુનો કરવામાં ભાગીદારી શયાન નિભાવશે એ તો સપનામાં પણ વિચાર ના આવે કેમ કે શયાન એ માણસ હતો જે દોસ્તી નિભાવવામાં ક્યારેય પણ પાછો પડતો ન હતો. આજે તો શયાને એના જ બેસ્ટ-ફ્રેન્ડ ની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું. એ પણ એના મેરેજના થોડા જ સમય પહેલા.
જયારે રોહન બધાની નજરમાં નિર્દોષ હતો સિવાય કે સોફિયા. સોફિયાને એવું લાગતું હતું કે રોહનનો પણ આ બધામાં હાથ છે. જરૂર થી રોહને શયાન ને કઈક કહ્યું હશે.
* * * * * * *
આ વાત છે શિમલાની. શયાન સોફિયાને છોડીને ચાલ્યો ગયો ત્યાર બાદ સોફિયા તેના મોટા પપ્પાને ત્યાં શિમલા રહેવા ચાલી ગઈ અને ત્યાં જ એક NGO માં કામ કરવા લાગી. એક દિવસ તે એના મોટા પપ્પાને લઇ ને મેડિકલ કેમ્પ માં જાય છે, આંખની સારવાર માટે. ત્યાં એને વિવેક મળી જાય છે.
“ઓહ વિવેક, તું અહીંયા કેવી રીતે?” સોફિયાએ આશ્ચર્ય થી કહ્યું.
“સોફિયા! તું અહીં કેવી રીતે?” વિવેક પણ ચકિત રહી ગયો સોફિયા ને જોઈને.
"હું મારા મોટા પપ્પાને લઈને આંખોના નિદાન માટે આવી હતી. પણ તું અહીં ક્યાંથી? કઈ રીતે?"
"આ કેમ્પ મારી હોસ્પિટલ અને અહીંના એક ‘દૃષ્ટિ’ નામના NGO દ્વારા સહાયોજિત કરવામાં આવ્યો છે. તો એના ભાગ રૂપે હું અહીં લોકોની સારવાર કરી રહ્યો છુ."
"દૃષ્ટિ NGO! હું પણ એ NGO માં જ કામ કરું છું. હું અંધ બાળકોને બ્રેઇલ લિપિ શીખવાડું છું."
"એક્સિલેન્ટ!"
"થેન્ક યુ. અને તું પણ આ એક ઉમદા કાર્ય કરી રહ્યો છે."
"હંમમમ." (ચહેરા પર હાસ્યની રેખા સાથે.)
"તને કોઈ સમસ્યા ન હોય તો શું આપણે આજે રાત્રે ડિનર માટે મળી શકીએ?"
"હા જરૂર થી." (એક પળ પણ વિચાર્યા વગર વિવેક એ કહ્યું.)
"ઘણા દિવસો પછી કોઈ પોતાનું મળ્યું છે. જોઈને બહુ જ સારું લાગ્યું." (નરમ અવાજે સોફિયાએ કહ્યું.)
વિવેક એ સોફિયા ને ભેટતા કહ્યું કે હું થોડા મહિના અહીં જ છું. તારે એકલપણું મહેસૂસ કરવાની કોઈ જરૂર નથી.
સોફિયા મૌન રહી.
"તો પછી આપણે રાતે 8 વાગે ‘wake and bake’ રેસ્ટોરન્ટમાં ડિનર માટે મળીએ." (સોફિયા એ કહ્યું.)
ઓકે સાથે વિવેક એ સોફિયા ને અલવિદા કહ્યું.
* * * * * * *
હવે આ બાજુ રોહન એના ઘરે વિચાર કરતો બેઠો હોય છે ને ત્યાં જ ડોરબેલ વાગે છે. રોહન ઉભો થઇ દરવાજો ખોલે છે. સામે જુએ છે તો એક પોસ્ટમેન હાથમાં એન્વેલોપ લઈને ઉભો હોય છે. રોહન એન્વેલોપ લઈને જુએ છે તો તેને કોર્ટની નોટિસ દેખાય છે. એના પર ચોરીનો આરોપ હોય છે, મૂવીની સ્ક્રિપ્ટની ચોરી. હજી તો એન્વેલોપ એના હાથ માં હોય છે ત્યાં જ મોબાઇલ માં નોટિફિકેશન આવે છે. જુએ છે તો એ શયાનનો મેઈલ હોય છે. રોહન મેઈલ ઓપન કરે છે તો તેમાં વોઇસ રેકોર્ડિંગ હોય છે. એ સાંભળતા જ રોહનના હોશ ઉડી જાય છે.
* * * * * * *
એવું તે શું હતું એ રેકોર્ડિંગ માં? શું સોફિયા અને વિવેક વચ્ચેનું ડિનર કહાની માં કોઈ વળાંક લાવશે? અલીફાનું શું થયું હશે? એ ક્યાં ગઈ હશે?
આ બધું જાણવા માટે વાંચો આગામી પ્રકરણ-5.
(આપણે જોયું કે શયાન અને રોહન વચ્ચે 'બુક ઓફ ડેથ' ને લઈને બહુ મોટો ઝગડો થાય છે અને તેમાં અલીફા અને રોહન ઘાયલ થાય છે. બધા તેમને લઈને હોસ્પિટલમાં જાય છે. રોહન અલીફા અને શયાન વચ્ચેના સીક્રેટ્સ બધા વચ્ચે જાહેર કરે છે. આ બધામાં શયાન અને અલીફા ક્યાંક ભાગી જાય છે. સોફિયા પણ નારાજ થઈને તેના મોટા પપ્પા ને ત્યાં સિમલા રહેવા ચાલી જાય છે. એક દિવસ ત્યાં જ સોફિયા અને વિવેક ત્યાંના દૃષ્ટિ NGO તરફથી આયોજિત મેડિકલ કેમ્પમાં અચાનક જ મળી જાય છે. તેમની વચ્ચે વાતચીત થાય છે અને અંતે બન્ને જણ ડિનર માટે મળવાનું નક્કી કરીને છુટા પડે છે. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.)
(8:15 P.M., વેક એન્ડ બેક રેસ્ટોરન્ટમાં...)
"હેલો સોફિયા, તું રોજની જેમ આજે પણ ખૂબસૂરત લાગે છે અને આજે હું તારી ખૂબસૂરતી વિશે બે શબ્દ બોલવા માંગુ છું. શું મને ઈજાજત છે?" (વિવેકે સોફિયાને પૂછ્યું.)
"હા, ઈજાજત છે." (ચહેરા પર હાસ્યની રેખા સાથે.)
"યું પલકે બિછા કર તેરા ઇન્તેઝાર કરતે હૈ,
યે વહ ગુનાહ હે જો હમ બાર-બાર કરતે હૈ;
જલ કર હસરત કી રાહ પર હમ
સુબહ ઔર શામ તેરે મિલને કા ઇન્તેઝાર કરતે હૈ."
"વાહ! જનાબ વાહ! તું ક્યારથી શાયરી કરવા લાગ્યો?" સોફિયાએ વિવેકને પૂછ્યું.
"આજે કૈંક અલગ કરવાની ચાહત થઇ દિલમાં, તો શાયરી લખી નાખી." (વિવેક)
"શું હું તારા વખાણમાં શાયરી બોલી શકું છું?" સોફિયા વિવેકને પૂછે છે.
"મને જરૂરથી ગમશે." (વિવેક)
"મેરે લફ્ઝ ફીકે પડ ગયે તેરી એક અદા કે સામને,
મેં તુજે ખુદા કહ ગયી અપને ખુદા કે સામને."
"કાબિલે તારીફ." (વિવેક)
"શું હવે આપણે જમવાનો ઓર્ડર આપી દઈશું?" (સોફિયા)
"ઓ... હેલો, તારું ધ્યાન ક્યાં છે?" (સોફિયા)
"સોરી... સોરી..." (વિવેક)
"મને જોઈને જ તારે પેટ ભરવાનું હોય તો ઓર્ડર આપવાનું રહેવા દઈએ. (વિવેકની મશ્કરી કરતાં.)
"કાશ, રોજ આ રીતે જ પેટ ભરવાનું હોય તો કેવી મોજ રહે જિંદગીમાં." (વિવેક હલકા અવાજે બોલ્યો.)
"અને હું એમ કહું કે આ શક્ય છે તો?" (સોફિયા)
"મતલબ આપણે બન્ને રોજ સાથે લંચ અને ડિનર કરીશું એમ?" (વિવેકે સોફિયાને પૂછ્યું.)
"ના. માત્ર લંચ અને ડિનર નહિ પરંતુ બ્રેકફાસ્ટ પણ સાથે કરીશું." (સોફિયા)
"એ કેવી રીતે?" (ઉત્તેજના સાથે વિવેકે સોફિયાને પૂછ્યું.)
"મારા મોટા પપ્પા કાલે સવારે 30 દિવસ માટે ધાર્મિક યાત્રા પર જાય છે તો હું ઘરે એકલી છું. તું ચાહે તો આવી શકે છે રહેવા. મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. તું આવીશ તો મને ગમશે. (હાસ્ય સાથે સોફિયા.)
"હા તો હું કાલે જ મારો સામાન તારા ઘરે શિફ્ટ કરી નાખું." (સોફિયાનો આભાર માનતા વિવેકે કહ્યું.)
"સોફિયા, તને એક વાત કહું." (વિવેક)
"ના. પહેલા તું ઓર્ડર આપ. મને બહુ જ ભૂખ લાગી છે." (સોફિયા)
"સોરી..." (વિવેક વેઈટરને બોલાવીને ઓર્ડર આપે છે.)
"હવે હું મારી વાત કહી શકું?" (વિવેક)
"જરૂરથી" (સોફિયા)
"તું દિવસે ને દિવસે વધારે ખૂબસૂરત થતી જાય છે. હું ફ્લર્ટ નથી કરતો પણ તને જોઈને તારીફ કરવાનું મન કર્યા જ કરે છે. જયારે તને મુસ્કુરાતા જોઉં છું ત્યારે મને પણ મુસ્કુરાવાનું મન થઇ આવે છે. જયારે તારી આખોમાં જોઉં છું ત્યારે મારા અધૂરા સપના પુરા થતા દેખાય છે. તારી સાથે હોઉં છું ત્યારે એવું લાગે છે કે હમારી અધૂરી કહાની એક દાસ્તાનમાં ફેવરાઈ જશે." (વિવેક)
સોફિયા મૌન રહી અને વેઈટરને બોલાવીને રેડ વાઈન મંગાવે છે.
* * * * * * *
ટ્ક... ટ્ક... ટ્ક... ટ્ક. ઘણા પ્રયત્નો પછી અલીફાને શયાનના ઘરનો પત્તો મળે છે. (શયાનના ઘરનો ડોર અલીફા જોરથી ખટખટાવે છે.)
એ અવાજથી શયાન ઉઠી જાય છે અને ડોર તરફ આગળ વધે છે. ડોર ખોલતાં જ શયાન અલીફાનો ચહેરો જોવે છે.
"ફક! તું અહીંયા કેમ આવી?" (ગુસ્સા સાથે દરવાજા પર હાથ થપ-થપાવતા શયાન બોલ્યો.)
"શયાન, પ્લીઝ મને એક વાર તો મારી વાત કહેવાનો મોકો આપ." (અલીફા)
"પ્લીઝ તું મારી નઝરથી દૂર થઇ જા." (શયાન)
અલીફા શયાનની વાત નકારતા ત્યાંની ત્યાંજ ઉભી રહી છે. જેના પરિણામે શયાન આવેશમાં આવીને અલીફાને ધક્કો મારી દે છે.
"તું મને ધક્કો મારી શું સાબિત કરવા માંગે છે?" (શયાનને જોરથી લાફો મારતા અલીફાએ કહ્યુ.)
"તારા જેવા મૂરખ માણસ સામે મારે કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી, હું તને માત્ર એક જ વાત કહેવા માંગુ છું. I HATE YOU. પ્લીઝ મારી નજરથી દૂર થઇ જા." (શયાન ગુસ્સામાં દાંત પીસતાં અલીફાને કહે છે.)
"મારા માટેની નફરત તને ભારે પડી શકે છે, કેમ કે 'બુક ઓફ ડેથ' મેળવવામાં હું તારી મદદ કરી શકું છું." (અલીફા)
ડોર ખોલતાં શયાન અલીફાને ઘરમાં આવવાનું કહે છે.
"તને 'બુક ઓફ ડેથ' ની કેવી રીતે ખબર પડી? (શયાન)
"મત ભૂલ કે હું અલીફા છું, કોઈ આટલી હદ સુધી સેલ્ફીશ કેવી રીતે હોઈ શકે?" (મોઢું બગાડતાં અલીફાએ શયાનને કહ્યું.)
"તું સોફામાં બેસ. હું આપણા બંને માટે ઠંડુ બિયર લઈને આવું." (શયાન હસતા હસતા કિચન તરફ જાય છે.)
"હું અહીંયા કંઈ ઠંડુ બિયર પીવા નથી આવી" (ગુસ્સા સાથે અલીફા સોફા પરથી ઉભી થઇ જાય છે.)
શયાન કિચનમાંથી ઠંડુ બિયર લાવે છે અને અલીફાને સોફા પર બેસાડે છે .
"અફકોર્સ તું મને સેલ્ફીશ કહી શકે છે અને ગાળો પણ બોલી શકે છે." (શયાને હલકા અવાજે અલીફાને કહ્યું.)
વધારે મોઢું બગાડતાં અલીફા શયાનની સામે જુએ છે.
"હું તને આજે એક સ્ટોરી કહું. ત્યાર બાદ તું મને કહેજે કે હું કેટલો સેલ્ફીશ છું." (શયાન)
"હંમમમમ." (અલીફા)
"ઘણા સમય પહેલાની વાત છે. બે મિત્રો હતા. એ બંને એક દિવસ જંગલ માંથી પસાર થતા હતા અને એમને એક સાધુને તપ કરતા જોયા, સાધુ તપ કરવામાં મશગુલ હતા અને ત્યાં જ એક કોબ્રા સાપ સાધુની આસ-પાસ ફરતો હતો. એક એવો સમય આવ્યો કે આ સાપ સાધુને ડંખ મારવા હવામાં અધ્ધર થયો. એ સમયે બે મિત્રો માંથી એક મિત્ર આગળ વઘી સાપ ને મારી નાખે છે.
સાધુની આંખ ખુલે છે. તો જોવે છે કે એક પુરુષ એના હાથમાં મરેલો સાપ લઈને ઉભો છે. આ જોઈને સાધુ પ્રસ્સન થાય છે અને એને ભેટ રૂપે એક બુક આપે છે, જેનું નામ હતું 'બુક ઓફ ડેથ'. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી, 'બુક ઓફ ડેથ' લઈને બંને મિત્રો ઘરે આવે છે. જે મિત્રને બુક મળી હોય છે એનું શંકાસ્પદ રીતે મૃત્યુ થઇ જાય છે અને એ બુક એનો બીજો મિત્ર લઇ લે છે.
જેનું મૃત્યુ થયું હોય છે એ મારા પૂર્વજ હતા અને જે 'બુક ઓફ ડેથ' લઇ લે છે એ સોફિયાના પૂર્વજ હતા. એ રાતે શું થયું મારા પૂર્વજ સાથે એ તો મને નથી ખબર પણ સોફિયાના પૂર્વજે બુક લઈને બહુ મોટી ભૂલ કરી દીધી છે. આજ સુધી અમારા વંશમાં બધા બુક મેળવવામાં નિષ્ફળ રહ્યા છે પણ હું 'બુક ઓફ ડેથ' મેળવીને બધાનું સપનું પૂરું કરીશ."
"સોરી શયાન, હું તને સમજી શકી નહિ." (અલીફા નિરાશ થઈને બોલી.)
"તું એકલી નહિ પરંતુ મને કોઈ સમજી શકતું નથી." (શયાન)
"આજથી અલીફા તારી સાથે છે. તું તારી જાતને એકલો ના સમજીશ." (અલીફા)
"થેન્ક યુ. પણ મારી માટે તું આટલું બધું શું કામ કરે છે?" (શયાન)
"Because I LOVE YOU યાર, મોર ધેન માય સેલ્ફ." (અલીફા)
"તું તો મારા કરતા પણ મોટો બાવરો છે. એક બુક પાછળ પડ્યો છે, જે સજીવ પણ નથી. હું જેના સાથે લવ કરું છું એ જીવિત તો છે. અને મારી સામે છે."
(અલીફા)
"પ્લીઝ અલીફા, એ ભાષણ આપવાનું બંધ કર." (શયાન ગુસ્સો કરતા બોલ્યો.)
"આ સેઈમ વાત હું પણ કહી શકું ને. ચલ હવે તારે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, હું તારા માટે ઠંડી બિયર લઈને આવું." (અલીફા કિચન તરફ જતાં બોલી.)
"પ્લીઝ અલીફા, બીયર સાથે વાઈન પણ લેતી આવજે ને." (શયાન)
"ઓકે." (અલીફા)
અલીફા કિચનમાંથી બિયર અને વાઈનની બોટલ લઈને આવે છે અને વાઈનનો ગ્લાસ શયાન તરફ ધરે છે.
"હવે આપણે કામની વાત કરીશું?" (વાઈન પીતાં પીતાં શયાન બોલે છે.)
"હા. પણ એક સવાલ છે મને. પૂછી શકું? (અલીફા)
"તું ક્યારથી આટલી તમીઝથી વાત કરતી થઇ ગઈ?" (મજાક ઉડાવતા શયાન હસવા લાગ્યો.)
"હા પૂછ. તારે જે પૂછવું હોય એ?" (શયાન)
"શું તને 'બુક ઓફ ડેથ' મળી જશે તો મારી સાથે લગ્ન કરીશ?" (નમ્રતાથી અલીફા શયાનને પૂછે છે.)
"What the fuck અલીફા!" (વાઈનનો ગ્લાસ પછાડતાં શયાન બોલ્યો.)
"શાંત થા શયાન, મને પણ ગુસ્સો કરતાં આવડે છે, હું પણ ગ્લાસ ફોડી શકું છું." (અલીફા)
"Chill શયાન chill... હમમમ!" (પોતાની જાતને શાંત પાડતા શયાન બોલે છે.)
"હું તને કોઈ પણ જાતનું પ્રોમિસ નથી આપતો કે હું તારી સાથે લગ્ન કરીશ કે નહિ પણ જો 'બુક ઓફ ડેથ' મળી જાય તો હું આ વાત પર વિચારી જરૂર શકું છું." (શાંતિ પૂર્વક શયાને અલીફાને કહ્યું.)
"ઓકે. નો પ્રોબ્લેમ." (મોઢું બગાડતાં અલીફાએ કહ્યું.)
"સોરી. પણ હું હવે વધારે જૂઠ બોલવા માંગતો નથી તારી સામે." (હતાશ થઈને શયાન બોલ્યો.)
અલીફા શયાનના કપાળ પર ચૂમી લે છે અને એને ભેટી પડે છે.
"પ્લીઝ મારા ગ્લાસમાં વાઈન ભરી લેને." (શયાન એના આંસુ લૂછતાં.)
અલીફા શયાનની ગ્લાસમાં વાઈન ભરતાં ભરતાં ખુદ રોઈ પડે છે અને ઉભી થઈને બાથરૂમ તરફ જાય છે.
ટ્ક... ટ્ક. "પ્લીઝ હું અંદર આવી શકું?" (શયાન બાથરૂમનો દરવાજો ખટખટાવતાં.)
"ના. હું બે મિનિટ એકલી રહેવા માંગુ છું." (રડતા રડતા અલીફા બોલી.)
"પ્લીઝ અલીફા દરવાજો ખોલ નહિ તો હું વધારે રડી પડીશ." (આંખમાં આંસુ સાથે શયાન બોલ્યો.)
અલીફા દરવાજો ખોલે છે.
"Fuck, તું અહીંયા કેમ આવ્યો? (અલીફા શયાનની એકટિંગ કરતા બોલે છે.)
શયાન પણ હસી પડે છે અને અલીફાને બાથ ભરી લે છે.
"માની ગયો અલીફા તને. તું તો તું જ છે." (હસતા હસતા શયાન બોલ્યો.)
"હોટેલમાં જે કર્યું હતું એ આજે ફરી કરીશું?" (મોંટેથી હસતા હસતા અલીફા શયાનને પૂછે છે.)
શયાન અલીફાના વાળ પકડતાં હોઠ પર કિસ કરે છે. અલીફા જયારે એના પોતાના હોઠ પર ટચ કરે છે તો જુએ છે કે એના હોઠ પર લોહી લાગેલું છે. લોહી જોઈને અલીફા શયાનની સામે જુએ છે અને હોઠ દાંત વડે દબાવે છે.
* * * * * * *
અલીફા, રોહન, વિવેક, શયાન અને સોફિયાના અંદરો અંદરના ઝઘડાના લીધે એમની જિંદગી કોમ્પ્લિકેટેડ થઇ ગઈ હતી પણ આતીફ અને પ્રિયા તો નસીબના કમજોર હતા. આતીફના મમ્મી-પપ્પા મુંબઈ આવવા નીકળ્યા હતા અને એ જ દિવસે પ્રિયાનો કારમાં એકસિડેન્ટ થઇ જાય છે. પ્રિયા એકસિડેન્ટમાં બચી તો જાય છે પણ એના બંને પગ ગુમાવી દે છે, પ્રિયા જીવનભર માટે હૅન્ડિકેપ થઇ જાય છે. જયારે આતીફ પ્રિયાના એકસિડેન્ટની વાત એના મમ્મી-પપ્પાને કરે છે ત્યારે તેઓ પ્રિયાને મળ્યા વગર જ ઘરે પાછા વળી જાય છે કેમ કે, તેઓ ક્યારેય પણ એવું નહોતા ઇચ્છતા કે એમનો પુત્ર કોઈ હૅન્ડિકેપ છોકરી સાથે એની આખી જિંદગી વીતાવે. જયારે પ્રિયાને ખબર પડે છે કે આતીફ ના મમ્મી-પપ્પા એને અને આતીફને મળવા આવવાના હતા પણ એના હૅન્ડિકેપ થઇ જવાના લીધે તેઓ એમને મળ્યા વગર જ ઘરે પાછા ફરી ગયા. આ વાતનો પ્રિયાને ગહેરો સદમો લાગ્યો હતો. એની સાથે સાથે પ્રિયાએ આતીફ ના મમ્મી-પપ્પાના આશિર્વાદ લેવાની છેલ્લી ઉમ્મેદ પણ ગુમાવી દીધી હતી.
* * * * * * *
(વેઈટર રેડ વાઈન લઈને આવે છે.)
"હું તને એક વાત કેહવા માંગુ છું પણ તું એને સમજવાનો પ્રયત્ન કરજે." (સોફિયા)
"હા બોલ" (વિવેક)
"આસમાન મેં મત ઢૂંઢ સપનો કો,
સપનો કે લિયે જમીં ભી જરૂરી હૈ;
સબ કુછ મિલ જાયે તો જીને કા ક્યા મજા.
જીને કે લિયે કમી ભી જરૂરી હૈ."
"મને માફ કરજે પણ તું શયાનની વાણી બોલવા લાગી છે." (વિવેક)
"વિવેક, એનું નામ મારી સામે ન લઈશ તો જ બહેતર રહેશે." (નારાજગી દર્શાવતા સોફિયા બોલી.)
"માફ કરજે મને પણ હું તારી વાતથી સહમત નથી. જિંદગીમાં અમુક કમી એવી હોઈ એ જે આખી જિંદગી પર ભરી પડી જાય. હું નહિ પણ તું પણ મારી જેમ અધૂરી છે. સોરી, જો હું કંઈ વધારે બોલી ગયો હોઉં તો." (વિવેક)
સોફિયાનું મૌન બેસી રહેવું વિવેકને ચિંતામાં લાવી દે છે.
"સોરી યાર, પ્લીઝ કૈંક બોલ. (રિકવેસ્ટ કરતા વિવેકે સોફિયાને કહ્યું.)
(OK બોલતા સોફિયાએ એનું મૌન તોડ્યું.)
"આજ પછી તું ક્યારેય પણ શયાનનું નામ મારા આગળ ના લઈશ." (સોફિયા)
"ઓકે. શું હવે હું સોફિયાને મુસ્કુરાતા જોઈ શકું?" (વિવેક)
"હા, કેમ નહી." (સોફિયાએ મુસ્કુરાતા કહ્યું.)
સોફિયા અને વિવેકની ડેટ ખતમ થાય છે અને વિવેક સોફિય ને કારમાં એના ઘરે મુકવા જાય છે.
(સોફિયાના ઘરની બહાર)
"BYE વિવેક, Good night!" (સોફિયા)
"એક મિનિટ સોફિયા, તારું ગિફ્ટ તો લેતી જા." (વિવેક મુસ્કુરાતા બોલ્યો.)
"ગિફ્ટ? મારા માટે?" (સોફિયા)
"હા, પણ એક શરતે જ ગિફ્ટ મળશે." (વિવેક)
"ગિફ્ટ આપવામાં પણ શર્ત!" (સોફિયા એ મોઢું ચડાવતા કહ્યું.)
"અરે! મારી પૂરી વાત તો સાંભળ." (વિવેક)
"બોલ." (સોફિયા)
"આ ગિફ્ટ તારા માટે જ છે પણ આ ગિફ્ટ તું આજથી એક મહિના પછી ખોલીશ." (વિવેક)
"પણ આવું કેમ?" (સોફિયા)
"સોફિયા પ્લીઝ." (રિકવેસ્ટ કરતા વિવેકે સોફીયાને કહ્યું.)
"OK, બાય." (સોફિયા, વિવેક પર થોડો ગુસ્સો કરતાં.)
"BYE Good night." (વિવેક)
* * * * * * *
વિવેકે ગિફ્ટમાં શું આપ્યું હશે? એવું તો શું રાઝ હશે કે વિવેકે એક મહિના પછી ગિફ્ટ ખોલવાનું કહ્યું?
'બુક ઓફ ડેથ' મેળવવા શયાન અને અલીફા શું નવું ષડયંત્ર રચશે?
જો 'બુક ઓફ ડેથ' શયાનને મળી જશે તો એ અલીફા સાથે મેરેજ કરશે?
પ્રિયા અને આતીફના જીવનમાં કોઈ નવો વળાંક આવશે?
આ બધું જાણવા માટે પ્રકરણ-૬ જરૂર થી વાંચજો.